Gujarati Quote in Good Evening by Bhumika Vyas

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?

આપણે તો કહીયે કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે .

ફાટેલા ખિસ્સા ની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ

એકલો હોઉં ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે .

અને ઉપરથી કુદરત ની રહેમ છે .

આંખો માં પાણી આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી

વધઘટ નો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી

સૂરજ ઉગે ને આથમિયે જાય મારી ઉપર આકાશ એમને એમ છે

ઉપરથી કુદરત ની રહેમ છે ....

Gujarati Good Evening by Bhumika Vyas : 111547939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now