ભોળો સ્વભાવ - દુઃખી થવાનો સૌથી સરળ રસ્તો. હું એમ નથી કહેતી કે દરેક વખતે કપટ કરો પણ દરેક વખતે ભોળો સ્વભાવ રાખીને ન ફરાય એ પણ હકીકત જ છે. આજની દુનિયામાં ભોળો માણસ જેટલો છેતરાય છે ને એટલું કોઈ નથી છેતરાતું. આજની મતલબી દુનિયા ભોળો જોઈને એની પાસે પોતાનાં કામ કરાવી લેશે અને પછી બધી વાહ વાહ પોતે લઈ જશે.
ભોળો સ્વભાવ માત્ર જે પોતાનાં હોય, જેને આપણે આપણું અંગત સ્વજન માનીએ છીએ અને આંખ બંધ કરીને જેનાં પર ભરોસો કરી શકીએ એની સાથે જ રખાય. બીજા બધા સાથે કપટ કરીને નહીં પણ ચાલાકીથી કામ લેવું પડે, નહીં તો નુકસાન આપણને જ છે.
#ભોળો