રહ્યો છું!!!!
જિંદગીને હું મારી,
વિતાવી રહ્યો છું,
તારા એક ઇશારે,
બસ દોડી રહ્યો છું!
રાહ એ ક્ષણની
જોઈ રહ્યો છું,
સમયના તારને,
બસ જોડી રહ્યો છું!
તારી નજર માટે,
જીવી રહ્યો છું,
ખુદનેજ, ખુદથી,
તોડી રહ્યો છું!
ડુબવાની બીકે
તરતો રહ્યો છું,
ભરોસે જ તારા,
નાવ હંકારી રહ્યો છું!
મરવાને વાંકે,
જીવતો રહ્યો છું,
પ્રતિક્ષા માં તારી,
શ્વાસ ભરતો રહ્યો છું!
Neha Desai, USA