Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલાકી કરવી બધાને ગમે. પણ તમે કઈ ચાલાકી કરો છો એનાં પર બધો આધાર છે. કેટલાંક લોકો મગજથી ચાલાકી કરે છે તો કેટલાંક કાવતરારૂપી ચાલાકી કરવામાં પાવરધા હોય છે. ભગવાનનાં ચરણે 51 રૂપિયા ધરીને આખી જીંદગી દુઃખ વગરની માંગે એટલી ચાલાકી એક માનવી જ કરી શકે. જ્યારે ભગવાન સાથે જ આવું થતું હોય તો અન્ય લોકો સાથે આ માનવી કેટલી ચાલાકી કરતો હશે? ઘરમાં, ઑફિસમાં, મંદિરમાં - દરેક જગ્યાએ બધાં ચાલાકી જ કરે છે. ચાલાક હોવું ખોટું તો નથી જ, પણ એ ચાલાકીનો ઉપયોગ પોતાની પ્રગતિ માટે અને બીજાને મદદ કરવા માટે કરીએ તો એ ચાલાકી કરેલી સાર્થક ગણાય.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની પ્રગતિ થાય. ઘણાં ઓછા લોકો એવા હશે કે જે એવું વિચારતાં હશે કે મારી સાથે છે એ બધાંની પણ મારા જેટલી જ પ્રગતિ થાય. મોટા ભાગના લોકો બધાંની પ્રગતિ ઈચ્છતા જ હોય છે પણ પોતાનાથી વધારે નહીં. જ્યારે બે વ્યક્તિ કોઈ એક જ બાબત માટે મહેનત કરતી હોય અને કોઈ એક બાજી મારી જાય ત્યારે બીજો પોતાની ચાલાકી વાપરીને એને નીચો બતાવવાની કોશિશ ન કરે અને સાચા મનથી એનું અભિવાદન કરે તો સમજી લેવું કે ઈમાનદાર છે.
ઘણાં એવા પણ હોય છે જે પોતે આગળ વધવા માટે પોતાનાં ઉપરી અધિકારી આગળ પોતાની ચાલાકીનું હંમેશા પ્રદર્શન કરતા રહે છે. એમાં ઘણાં ફાવી જાય છે અને જ્યારે આવું થાય છે ત્યારે જે ખરેખર મહેનત કરી રહ્યા હોય અને ઈમાનદારીથી પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યાં હોય એમને રડવાનો કે પોતાની પ્રગતિ પાછી ઠેલાતી જોવાનો વારો આવે છે. જેણે ખોટી ચાલાકી કરીને પ્રગતિ કરી હશે ને તે બહુ લાંબો સમય પોતાનાં પદ પર રહી શકશે નહીં કારણ કે એને એનાં કામ વિશે ખબર જ નહીં પડતી હોય. એને પણ ખબર હોય છે કે હું કામ કરીને નહીં પણ ચાલાકીથી આ જગ્યાએ છું. આવા લોકો સમાજ માટે ઉધઈ સમાન છે. બધી વ્યવસ્થા ખોરવી નાંખે છે.
ચાલાકી કરવી જ હોય તો એવી રીતે કરવી કે પોતાનું તો ભલું થાય જ પણ બીજાને પણ એનો લાભ મળે.
#ચાલાકી

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111546826
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now