મનસ્વી મોસમ થોડી ચાલાકી કરે છે,
શણગાર સજી આવી રંજાડ કરે છે.
શિશિર, ગ્રીષ્મ ઋતુ વચ્ચે વસંત ફરે છે,
ઋતુરાજને ફાગણ - ચૈતર સાદ કરે છે.
અદાઓ નેક વનોની લિજ્જત ભરે છે
ભંવરાઓ ભાન ભૂલી અભિમાન કરે છે.
વાદળમાં છુપાઈ ચાંદ ચાલક બને છે,
ચાંદનીની મધુર ભાત તિમિર ભરે છે.
ક્ષિતિજે આકાશ ધરાને ચૂંબન કરે છે
એ રીતે ઝૂકીને જાણે કો નમન કરે છે
પ્રકૃત્તિ સોંદર્ય ભૂલી કવિ પથ્થર ઝુરે છે,
પણ પ્રભુ કહી લોકો જ પથ્થર પૂંજે છે.
#ચાલાકી