બહુવિધ ૨/૨..
કુષ્ણ ની સફળતા પાછળ માત્ર બે જ કારણ જવાબદાર છે..
સ્વધર્મ અને સહજતા..
સ્વધર્મ : અહીં સ્વધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કે કોઈ સામ્પ્રદાયિકતા નથી. સ્વધર્મ એટલે આપણી અંદર રહેલો પરમાત્મા નો અંશ.જયારે કોઈ ધર્મ નું પણ અસ્તિત્વ નહોતું ત્યારે પણ સ્વધર્મ તો હતો જ.પણ આપણે સ્વધર્મ ને અહંકાર સાથે જોડી દેવાય છે અને પછી જ કહેવાતા ધર્મ નાં વાડાઓ ની દુનિયા આવી જાય છે.સ્વ ને હુંકાર મળી જવાથી આપણે અસલી સ્વધર્મ ભુલીને આપણા વાડાઓ ને સુરક્ષિત રાખવાની જહેમત જ કરીએ છીએ. કુષ્ણ આ સ્વધર્મ ને જાણતા હતાં અને તેમના દરેક કાર્યો પરમાત્મા ના જ કાર્યો ગણાયા હતા.
સહજતા : કુષ્ણ ની સફળતા નું મહાનતમ પરિબળ. કુષ્ણ એ બાલ્યાવસ્થામાં પુતના સાથે યુધ્ધ કર્યું હતું. ખરેખર જોઈએ તો દરેક બાળક જન્મજાત એક જાપાનિઝ યુદ્ધ કળા 'જુજુત્સુ' માં પ્રવિણ હોય છે,આ ટેકનિક માં દુશ્મન પર પ્રહાર કરવાને બદલે માત્ર સામેવાળા ની શક્તિ થી જ તેમને આસાનીથી હરાવી શકે છે મતલબ કોઈ મુક્કો મારે ત્યારે જગ્યા પરથી તરત હટીને માત્ર તેમની મુક્કા ની ઉર્જા ને અથવા તો મુક્કા વાળા હાથને આગળ ખેંચી દુશ્મન ને પાડી દેવાનો હોય છે.કુષ્ણ તો બાળ સહજભાવે રમતા હતા જેમાં પુતના નું મૃત્યુ થયું.