ભ્રમ
તારાથી મૌન જાળવી,
આ હોઠને તો સીવી લઈશ,
પણ આ તારાથી જોડાયેલ લાગણીઓને કેમ જાળવીશ?
તારાથી દુરી બનાવી,
આ પગને તો રોકી લઈશ,
પણ આ તારાથી દૂર રસ્તો કેમ બનાવીશ?
તારાથી નજર ફેરવી,
આ આંખોને તો બંધ કરી લઈશ,
પણ આ તારી સાથે જોયેલા સપનાઓને કેમ ફેરવીશ?
તારાથી બધું ભૂલી,
આ મનને તો મનાવી લઈશ,
પણ આ તારાથી જોડાયેલ યાદોને કેમ ભૂલીશ?
તારાથી સંબંધ તોડી,
આ દિલને તો સાચવી લઈશ,
પણ તું મારો છે એ ભ્રમ કેમ તોડીશ?
-કિંજલ પટેલ (કિરા)