Gujarati Quote in Motivational by Krupa Thakkar #krupathakkar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મ: આપણે જન્મ લઈ એ છીએ અને જન્મી ને તરત જીવનયાત્રા શરૂ કરીએ છે, સંઘર્ષ કરીએ અને તેનું ફળ પણ મેળવી એ છીએ અને આપણા જીવન માં ભય પણ નથી હોતો જ્યાં સુધી આપણે કંઇક મેળવી નથી, લેતા એક વાર આપણે કંઇક મેળવી લઈએ છીએ પછી તેને ગુમાવી દેવા નો ભય આપણા માં જન્મ લે છે , પછી આપણે ભાગ્ય , જ્યોતિષ,પ્રારબ્ધ તરફ વળી એ છીએ..
આપણે જન્મ લીધો ત્યારે શું લઈ ને આવ્યા હતા ? જે આપણ ને ગુમાવી દેવા નો ભય થઈ જાય છે!
કઈ નહિ ... આપણા વશ માં આપણા જીવન ના ખાલી એ જ પળો છે જે આપણા હાથ માં છે અન્ય કઈ જ નથી ... આપણા હાથ માં આપણા કર્મો હોય છે જે ક્યારેય જીવન માં આપણા ભાગ્ય થી નિરાશ નથી થતા , જે અસફળતા થી તૂટતું નથી એ જ જીવન માં સફળ થાય છે, આપણી પાસે કંઈ જ નહોતું ત્યારે આપણે પરિશ્રમ કરીએ છીએ મહેનત કરીએ છીએ અને એ બધું મેળવી પણ લઈએ છીએ જે આપણે જોઇતું હતું હવે મેળવી લીધા પછી ભય શાનો? માટે આપણા હાથ ની રેખા ઓ માં આપણા રસ્તા ક્યારેય ના શોધીએ કારણકે જે ને હાથ નથી હોતા તે પણ પોતાના નિશ્ચય થી પ્રારબ્ધ થી સફળતા મેળવે જ છે..વિચારવા જેવી વાત છે...🙏

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111544045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now