હું તને ખુબ ચાહું છું, હું તને પ્રેમ કરું છું. માત્ર તને જ.
તારી માટે હું રડું છું, તારી માટે હું હસું છું.
તારી લીધે હું જે ક્યારેય મનમાં પણ કોઈને ગાળ નહોતી બોલી શકતી,
તે હવે માત્ર તારા લીધે ગાળો પણ બોલતી થઈ ગઈ છે.
તે મને સમજી છે, પણ તું ક્યારેય મારો થઈ જ નઈ શકે.
આવું કેમ થાય છે?!
આ ભગવાન આવું કેમ કરે છે??!
એમને ખબર છે હું તારા સિવાય કોઈ ને પણ દિલથી પ્રેમ નઈ કરી શકું.
હું તને પ્રેમ કરું છું, માત્ર તને જ.
મને થાય છે હું ક્યાંક ભાગી જઉ,
આ બધાથી બવજ દૂર, જ્યાં તને પ્રેમ કરવાથી મને કોઈ રોકી ના શકે.
કેમકે હું માત્ર તને જ પ્રેમ કરવા માગું છું,
અને તું પણ મને એટલો જ પ્રેમ કરે છે.
તારાથી દૂર થવાનાં વિચાર માત્ર થી હું ધ્રુજી જઉ છું.
હું તને પ્રેમ કરું છું, માત્ર તને જ.
- વૈશાલી