હવે એ નવરાશ ના દિવસો શોધવા છે.
આપણા એ સગપણ ફરી જોડવા છે.
સાથે હતા ત્યારે નવરાશ મળતી નહોતી,
હવે સપનામાં એકબીજાને શોધવા છે.
નવરાશનો સમય ખોટી જગ્યા વેડફાયો,
નજીક હતા તેને દૂર જઇ ને શોધવા છે.
નવરાશ આત્મજનોની અમાનત અનિલ,
બધા સંગ સાથી ને એકસાથે જોડવા છે.
#નવરાશ