શીર્ષક- સ્મૃતિનો વારસો
સ્મૃતિ નું મન આજે અનેક પ્રશ્નોની વચ્ચે ઘેરાયેલું હતું. શું કામ મારો વારસો મારાથી છીનવી લેવાય છે? એ ખુદા તને જરા ય દયા નથી આવતી?
સ્મૃતિનો વારસો એટલે એના માં -બાપ નું પોતીકું ઘર જે એના માં-બાપ ના મૃત્યુ પછી એને વારસા માં મળેલ છે. એ ઘર માત્ર સ્મૃતિ માયે ઘર નહીં પણ એના માં-બાપ ની છેલ્લી નિશાની છે, કે જ્યાં આજે પણ એને એનું બાળપણ દેખાય છે, માં- બાપ હયાત ના હોવા છતાં પણ એમની હયાતી વર્તાય છે.આ સ્વાર્થી સબંધો ની વચ્ચે જ્યાં કોઈ પોતાનું જણાય છે.
પોતાની જાત ને સમજાવી રહી છે કે આ ઘર માત્ર ઘર નહીં મારી પહેચાન છે જ્યાં હું મારી જાતને જીવતી અનુભવું છું બાકી તો સમાજ ને ખાતર જ જીવી રહી છું. કેવી રીતે સમજાવું આ સમાજ ને જ્યારે નથી સમજાવી સકતી એ પરિવારને જેના માટે છોડ્યું છે એ મારું પોતીકું ઘર, જેના માટે મેં મારા હાથે જે મારા સપનાં ઓ ને રોળી નાખ્યા છે ને પરિવારના સપનો માં જ સાથ પુરાવ્યો છે.
નહીં અલગ થવા દઉં હવે મારો આ વારસો, ભલે પછી લડવું પડે ખુદ મારાજ પરિવાર જોડે. કોઈ કિંમત પર પણ આ વારસા ને મારા મરતા પહેલા કેવી રીતે જવા દઉં કોઈ બીજાના હાથમાં.
#વારસો