શહીદોના બલિદાનથી આઝાદ થયેલું, આ ભારત
હરિયાળી ક્રાંતિથી છવાયેલું, આ ભારત
વિજ્ઞાનના ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પાર કરતું, આ ભારત
વિકાસની નવી ઊંચાઇઓ પર પહોંચેલું, આ ભારત
આવેલી આફતને અવસરમાં બદલતું, આ ભારત
સપનાઓ પુરા કરવાની દ્રઢ ઈચ્છા ધરાવતું, આ ભારત
સૌથી સામર્થ્યવાન, સૌથી યુવાન, આ ભારત
આ ભારત, મારુ ભારત, તમારું ભારત, આપણું ભારત.
આપ સૌને સ્વાતંત્ર દિન ના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ.
- કેયુર શાહ