આઝાદ ભારતનું સપનું લઈ કંઇક આઝાદ શહીદ થઈ ગયા
ધરતી માં લોહી વાવીને આઝાદીના રખવાળા ઉગાડી ગયા
રગો માં લોહીને બદલે તિરંગો વહાવી જીવી ગયા
આઝાદીને લોહી થી સીંચી ગુલામી ઉલેચી ગયા.....આઝાદ ભારતનું
દેશની બહાર રહીને સેના ઊભી કરી ગયા
ચલો દિલ્હી નારો લઈ કુરબાની અર્પી ગયા.....આઝાદ ભારતનું
છાતી પર ગોળી જીલીને તિરંગો બચાવી ગયા
પ્રેમ મા-બાપ બધું છોડી શહીદી અપનાવી ગયા.....આઝાદ ભારતનું
આઝાદીના કોડ લઈ ફાંસી પર લટકી ગયા
એક ભગતથી હજારો ભગત ઉભા કરી ગયા.....આઝાદ ભારતનું
આઝાદી મળી ગઈ પણ જોવા ના રહ્યા કોઈ
આઝાદી સાચવવા સરહદ પર મરતા રહ્યા કોઈ.....આઝાદ ભારતનું
લોહી રેડી પોતાનું આઝાદી આપણને આપી ગયા
અને આઝાદ ભારત આપણા હાથમાં આપી ગયા
એના આઝાદ ભારતના સપનાને શું આજે આપણે સાકાર કરી રહ્યા ?
Happy Independence Day