વિરોનો છે #વારસો આ હિન્દુસ્તાન;
આઝાદી માટે આપી પોતાની જાન;
શિવાજી, મહારાણા પ્રતાપ જેમણે,
તન, મન અને ધન કર્યું હતું કુરબાન;
ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને,
આઝાદે આપી હસતાં હસતાં જાન;
ગાંધીજી, સરદાર પટેલ, જવાહર ને,
લાલાજી એ આંદોલનનું કર્યું એલાન;
એક જુટ થઈ લડ્યા અંગ્રેજો સામે,
ત્યારે આઝાદ થયું તું આ હિન્દુસ્તાન;
ભારત #વારસો છે વિરોનો, શુરવિરોનો,
સાંચવવાનો છે #વારસો મળી એકસાથ;
#વારસો