Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોતથી મુકાબલો કરનારને હરિ મળે છે.
ને આટલી ધીરજ ધરનારને હરિ મળે છે.

થાય છે અગનકસોટી એની દુનિયામાંને,
એમાં લેશમાત્ર ન ડગનારને હરિ મળે છે.

થાય છે હાંસીપાત્ર જગતમાં ભક્તો કદી,
તોય વિશ્વાસ દ્રઢ રાખનારને હરિ મળે છે.

છોને વદતા વૈખરી વાણી સ્વજનો પણ,
પરાનું શસ્ત્ર સમે ઉગામનારને હરિ મળે છે.

હોય છે હરપળે હાજર હરિ એની સાથે,
સ્મરણમાં દેહભાન ભૂલનારને હરિ મળે છે.

થઈ જાય સઘળી સમસ્યાનું સામાધાનને,
અહંનો છેદ વખતે ઉડાડનારને હરિ મળે છે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111541081
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now