Gujarati Quote in Thought by Aiden Davies

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(૧)

આમ તો સુવાની તૈયારીમાં હતો ત્યાં એક મિત્રનો મેસેજ આવ્યો
"હમણાં જનમ થશે કાન્હા નો" તો શું કરવાનું ૧૨ વાગ્યે..!!?
મનોમન થયું સાલું આ અદભૂત ક્ષણો માણવાનું વિસરી જ જવાયુ હોત
આભાર માન્યો મિત્રનો અને બાર વાગવાની રાહ જોતો એક પુસ્તક લીધું હાથમાને શાંતિથી ઝરમર વરસાદની ભીની સુગંધ માણતો બહારની ઓસરી એ જઈ નીચે બેઠો.
ઘડિયાળ એનું કામ કરતી ગઈ ને નિર્ધારિત સમય પર સેટ કરેલું અલાર્મ વાગ્યું. ઘરમાં પૂજાની તૈયારી પણ થઈ ગયેલી,ઘરમાં જતાંજતાં એના હીંચકા તરફ જોઈને જૅલસ ફીલ થઈ. પછી, પુસ્તક પાછું તિજોરીમાં એની જગ્યાએ ગોઠવીને આંગણામાં ગયો તો ઝરમર વરસાદ ચાલુ જ હતો.
મન થયું ઘરમાં જતો રહું. માંદો પડીશ ને ઊપરથી જો છીંક ઉધરસ તાવ જેવું કશું થયું તો આ કોરોનાકાળમાં ખોટો બીજાના વ્હેમનો ભોગ બનીશ. પણ, અંદરથી કોઈક હતું જે સતત ટકોરતું હતું.
"અહીંયા જ ઉભો રહે અને જો. આ બદલાતી પકૃતિના હાવભાવ સાથે ક્ષણભર વર્તન કરી જો"
આખરે બગીચા જોડે જઈ શાંતિથી આંખો ખુલ્લી રાખી ફોરાં ઝીલતો ઉભો રહ્યો.મન હજુ એની બકબક કર્યા જ કરતું હતું એને ઇગ્નોર કરવાની બહુ કોશિશ કરી પણ બધી રીતે નિષ્ફળ નીવડ્યો.અચાનક,વીજળી થઈ. બધું ધ્યાન ત્યાં જતું રહ્યું અને આપમેળે અનાસાયે જ એની જોડે તાલમેળ બેસી ગયો.ઘોર અંધારું છે કશું દેખાતું નથી. પણ, મન છે ને જોડે એ નિત નવા કાલ્પનિક ચિત્રો ઘડયે રાખે છે.
જો દેખાય છે ને કૃષ્ણ..! જો ત્યાં જ છે..! એ નાનું બાળક જો એ જન્મ લઈ રહ્યું છે અને મારા મનમાં છબીઓ અંકિત થવા લાગી.એક ફોરું આંખની પાંપણ પર પડ્યું કે લિંક આખી જ તુટી ગઈ.જોયું ને કેટલી ક્ષણભંગુર.!
વિચાર આવ્યો આવા અંધારામાં તે જે બાળકના ચિત્રો જોયા, તે ચિત્રો અગાઉ ક્યાંય જોયેલા..!? જાત જોડે જ આવો પ્રશ્ન કરી બેઠો.
અંદરખાને થી આવાઝ આવ્યો; "હા જોયેલા તો છે પુસ્તકોમાં અને બીજી ઘણી બધી જગ્યાએ"
પ્રશ્ન ઉપર પ્રશ્ન થવા લાગ્યા અને જવાબ પણ અંદરની જ્વાળા ને ઠારે એવા આવવા લાગ્યા.
ક્રમશ..
aiden Davies
-"રાહી"

Gujarati Thought by Aiden Davies : 111540706
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now