તારી કમી હતી તે દિવસો ની યાદ રૂપી કવિતા.
એકલતાના ભજીયા બનાવી ખાવ છું.
યાદની ગોળ પાપડી બનાવી ખાવ છું.
સ્મૃતિ, એકાંત કયાં અણગમતા હતા,
તું નહીં માને પણ હું ઓફિસે જાવ છું.
રજા ના દિવસની રામાયણ એ જ છે,
બાકી તો નિયમિત સવારે હું નાવ છું.
તુલસી પણ મુરઝાય ગયા તારી યાદમાં,
નહીં તો દરરોજ સવારે હું પાણી પાવ છું.
આવું શાને બધું થયા રાખે છે દોસ્તો,
દિલ ખુશ થાય એવું હું કયાં ગાવ છું.
નાસ્તિક કયાં હતો હું કદી કહો અનિલ,
છું ને રહીશ પણ મંદિરે હું કયાં જાવ છું.
#કમી