ક્યારેક મળી જાય ભગવાન
ને પૂછે મને રસ્તા માં એ
શું છે દર્દ તને જીંદગી માં
શું જોઈએ છે તારે આ જીવન માં
કહી દઉં એને લઇ જા મને જોડે
નથી રહેવું મારે આ દુનિયા માં
તું છે જ્યારે સાચો મારો સગો
શું કામ રહું આ મતલબી સબંધો માં
એક બાજુ કહે છે કે
બે ઘડી નો મહેમાન છે તું દુનિયામાં
તો શું કામ બાંધે છે
આ ખોટી મોહજાળ માં
બસ લઇ જા મને તારી જોડે
નથી રહેવું મારે આ દુનિયામાં