' ઘર ભણી '...
ભર વરસાદે આનંદમાં, હું ઘર ભણી જઈ રહ્યો હતો,
જીવનનો પાઠ ઝઝૂમવાનો, એક ઝૂંપડીનું ઘર ભણી રહ્યું હતું,
ઉપર એક બાળ વાદળ મન મૂકીને વરસવાનું શીખી,
આ ઘર ભણી જોઈ થનગની બેકાબૂ થઈ રહ્યું હતું.
બસ ફરક એટલો જ હતો...
બાળકનું કર્મક્ષેત્ર પેલી ઝૂંપડીનું કુરુક્ષેત્ર બન્યું !
અને હું ? ...
સંજય ઉવાચ ....!
- પંકિલ દેસાઈ