Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હર સાલ તારો જન્મોત્સવ ઉજવાય કાન્હા
તને ક્યારેય ત્યાં કોઈ નાદ સંભળાય કાન્હા?

આ સમય ખૂબ કપરો જાય છે મારા વ્હાલા
છતાં ક્યાં તારા અવતરણને વિસરાય કાન્હા,

એક અરસાદ છે મનમાં માધવ જોતુ ધ્યાન દે
તારી એકાદ લીલા તો અમનેય દેખાડાય કાન્હા,

આ ચરાચર જગમાં ક્યાં કોઈએ તને જોયો છે?
ભલે શુટ બુટમા જ પણ હવે તો પધારાય કાન્હા,

હવે વાસળી નહી ચાલે,સ્માર્ટ ફોન લઈને આવજે
કોક દી આ મલકને ગોકુળ ગામ સમજાય કાન્હા.

નીમુ ચૌહાણ .સાંજ

Gujarati Poem by Rinku Panchal : 111539407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now