કુષ્ણ...
જગતના બધા ધર્મો, સંપ્રદાયો,વાડાઓ કાળ ની અગ્નિ માં હોમાઈ જશે પણ એક અંગારો તો પણ ધગધગતો રહેશે જે છે કુષ્ણ.આ જગતમાં કંઈ પણ ખરાબ નથી જે છે તે ઓછૂ સારું અને વધારે સારું હોય છે.
સહજતા નો પુર્ણ આવિર્ભાવ છે કુષ્ણ,ભલે પછી લડાઈ હોય કે પ્રેમ હોય.કુષ્ણ નું આગલુ પગલું શું હશે તે એક રીતે જોઈએ તો ખુદ કુષ્ણ પણ નહોતાં જાણતા મતલબ જે રીતે સમય પોતાનો દાવ રમે તે મુજબ જ પગલાં ભરતાં.
પણ તેમને સમય ની ઉદારતા પર અનંત ભરોસો હતો માટે જ તેમના બધા કાર્યો તેમને જ ધ્યાન માં રાખી ને થતાં.
બીજી હજી એક મૂંઝવણ છે કે તેમણે ગીતા માં પોતાને જ કેમ મહાનતમ ગણાવ્યા છે કારણ કે આને જ લીધે વિદેશમાં ગીતા ને વગોવવામા આવી હતી, અહીં કુષ્ણ નું એ કહેવું હતું કે દરેક જીવ પોતાની આખરી સિમા ની સંભાવના લયને જ જન્મે છે દા.ત. તેમના મુજબ એ વુક્ષ માં પિપળો છે, આપણે જાણીએ છીએ કે પિપળો એક જ એવું વુક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન છોડે છે એમજ દરેક ક્ષત્રિય અર્જુન સમ અને દરેક હાથી ઐરાવત ની સંભાવના લયને જ જન્મે છે એટલે જ ગીતા માં કુષ્ણ એ પોતાને માણસ હોવાની આખરી સીમા ને પ્રદર્શિત કરી છે.
જે સમય ની નિયતી અને ઉદારતા ને જાણીને માત્ર સહજતાથી કર્મ કરે છે તેમના માટે ચમત્કાર માત્ર by-product હોય છે અને તે જ પરમ તત્વ ને જાણી શકે છે અને કુષ્ણ ની જેમ આખી દુનિયા માં ખુલ્લેઆમ કહીં શકે છે કે....અહં બ્રહ્માસ્મિ....