અમદાવાદની, કદાચ ફક્ત અમદાવાદની જ ખાસિયત છે જન્માષ્ટમી પછીના દિવસે ખવાતી 'પતરાળી'.
પતરાળીમાઇક પાતરાં નાં પાનમા મિક્સ શાક અને ભાજીઓ વીંટી હોય. નાનાં બટેટા, કાચા કેળા, ખાટા કરમદાં, લુણીની ભાજી, મોગરની ભાજી, લાલ તાંદળજો, કંદના ટુકડા, કોળું, કાચું કેળું, કાચું જામફળ, મકાઈનો ટુકડો, સુરણ, શકરીયું, વાલોળ પાપડી જેવી દાણા વાળી ચીજ અને પાંદડાં વાળી સ્વાદિષ્ટ ભાજી જેમ કે મૂળાના પાન જેવી ચીજો હોય છે. એક સાથે રાંધવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.