ગીતાની શિક્ષા ફરી સમજાવવા,કૃષ્ણ તમારી જરૂર છે
ફરી ધર્મની સ્થાપના કરવા,કૃષ્ણ તમારી જરૂર છે
આજેય કેટલીયે દ્રૌપદી ના ચીર હરાય છે,
અમુક લોકો ને કારણે આખી માણસાઈ લજાય છે,
આજ નારી ની લાજ રક્ષવા,કૃષ્ણ તમારી જરૂર છે
ફરી ધર્મ ની સ્થપના કરવા,કૃષ્ણ તમારી જરૂર છે
આજ આશ્રમ કરતા વધુ વૃધ્ધાશ્રમ દેખાય છે,
દરેક ઘરમાં આજકાલ હવે કુરુક્ષેત્ર રચાય છે,
ફરી ગોકુળિયું ધામ સ્થાપવા, કૃષ્ણ તમારી જરૂર છે,
ફરી ધર્મ ની સ્થાપના કરવા,કૃષ્ણ તમારી જરૂર છે
ક્યાં મળે છે હવે સુદામાને તમારા જેવો ભાઈબંધ,
હવે પ્રેમ માં નથી મળતો રાધા-કાન જેવો સંબંધ,
પ્રેમ-દોસ્તી નું ઉદાહરણ આપવા,કૃષ્ણ તમારી જરૂર છે
ફરી ધર્મની સ્થાપના કરવા,કૃષ્ણ તમારી જરૂર છે....
કૃષ્ણ 🙏