Gujarati Quote in Microfiction by HARVISHA SIRJA

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                  રામુ લગભગ  દસેક વર્ષ અગાઉ શહેરમાં આવીને વસ્યો હશે.તે એક શાળા માં કારકૂન તરીકે કામ કરતો.તે જ્યારે આવ્યો ત્યારે સ્ટેશન પર કામની શોધ માં ફરી રહ્યો હતો અને જયેશભાઇ નું ધ્યાન તેના પર ગયું.જયેશભાઈ નગર ની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેણે સાહેબ ને નોકરી માટે ભલામણ કરી અને ત્યાર થી રામુ ત્યા કામ કરતો અને અગાશી પર નાની ઓરડીમાં રહેતો.


       આજે ગીતા તેની ત્રણેક વર્ષ ની છોકરી મીરા ને સાથે લઇ આવી હતી. નવા ખીલેલા ફૂલ થી જેમ ભમરો આકર્ષિત થાય છે એમ રામુ નું ધ્યાન આ નાનકડી મીરા પર કેન્દ્રિત થયું .ઘંટડી વાગી,બધા શિક્ષક પોતાના વર્ગ માં ગયા.રામુ સ્ટાફરૂમ મા આવ્યો નારંગી કેન્ડી પેલી નાનકડી બાળકી ને બતાવી , કેન્ડી લેવા તેનું મન લલચાયુ.તે રામુ ની નજીક ગઇ રામુ તેને ખોળામાં બેસાડવા જતો હતો ત્યાં જ તેનાં હાથ માંથી કેન્ડી પડી ગઈ અને એ દોડીને લેવા ગઈ ત્યાં જ ગીતા સ્ટાફરૂમ માં પોતાનું રજીસ્ટર લેવા દાખલ થઈ.


         રામુ ના હાવભાવને જોઇ તે પરિસ્થિતિ વર્તી ગઈ.તે  મીરા ને હાથ પકડી પોતાની સાથે લઇ ગઈ.તેની રામુ પ્રત્યેની ઘૃણા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

           રામુ  ચુપચાપ પેલી કેન્ડી સામે જોઇ રહ્યો,તેને પોતે શું કરવા જઈ રહ્યો હતો એનુ તેને ભાન થયુ,તેની આંખ માંથી કલાકો સુધી પશ્ચાતાપ ના આંસુ વહેતા રહ્યા........

Gujarati Microfiction by HARVISHA SIRJA : 111538934
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now