Gujarati Quote in Thought by Rooh The Spiritual Power

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રુબરુ મુલાકાતે નહીં
આવું કાન્હા !
તું મને મારે ધરઆંગણ
મળતો જઈશ !?

દરવાજે ઘંટડી મીઠડી
વગાડી કાન્હા !
તું જરા ‘નંદઘેરાનંદભયો’
કરતો જઈશ !?

તૈયાર રાખીશ તારા માખણ
ને મિસરી કાન્હા !
તું જરા એ ‘બર્થડે કેક’
લેતો જઈશ !?

વાઘાવસ્ત્ર આપીશ
ને વાંસળી પણ કાન્હા !
તું જરા એ મારી ભેટ
લેતો જઈશ !?

માસ્ક બાંધીને છેટી
ઊભી રહીશ કાન્હા !
તું જરા મારી આંખોમાં
ઝાંખતો જઈશ !!

મંદિરમાં તો તું મને બરોબર
ન દેખાયો કાન્હા !
તું આજે મારી નજરુમાં કેદ
થાતો જઈશ !?
*🙌🏻જય હો કાન્હા❤️*

Gujarati Thought by Rooh   The Spiritual Power : 111538918
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now