Gujarati Quote in Poem by Ankit Chaudhary શિવ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રેમ એક દોર ,
કૃષ્ણ મારો તારણહાર.

અંધારી રાત માં કૃષ્ણ જેલ માં જન્મ્યો ,
ને બીજા જ પળે જશોદા ના ખોળા માં મળ્યો.
દેવકી ની આશા ને જશોદા ની ઉમ્મીદ,
કૈનૈયો માખણ ચોર ને ગોકુળ નો કાન.

એક પ્રેમ એક દોર ,
કૃષ્ણ મારો તારણહાર.

રાધા નો એ પ્રેમ ને મીરા નો ગિરિધર ગોપાલ
રુક્મિણી નું સિંદૂર તો ગોપીઓ નો મોહક.
નરસિહ મહેતા નો શામળિયો , તો સુદામા નો ભેરુ
કૈનૈયો માખણ ચોર ને ગોકુળ નો કાન.

એક પ્રેમ એક દોર ,
કૃષ્ણ મારો તારણહાર.

પળ માં કાળિયો નાગ , તો પળ માં રાક્ષસી
ને હરાવી ને નવી લીલા ઓ કરતો મારો શ્યામ.
કંસ મામા ના દુષ્કર્મો થી બચાવી મથુરા નગરી
કૈનૈયો માખણ ચોર ને ગોકુળ નો કાન.

એક પ્રેમ એક દોર ,
કૃષ્ણ મારો તારણહાર.


HAPPY JANMASHTAMI ALL  🚩

Gujarati Poem by Ankit Chaudhary શિવ : 111538910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now