મને નથી લાગતું..
વાત-વાત દરવાત માં ઝગડો કરે છે ,કરો ! પણ આવું લાંબા સમય સુધી ચાલશે એવું મને નથી લાગતું ...
તું રેતી થી એક મહેલ બનાવે છે બનાવ ,પણ ટકી શકશે ? એવું મને નથી લાગતું ...
તું આકાશ થી છે ને હું જમીન થી છું ,આસમાન થી મન ભરાશે તારું ? એવું મને નથી લાગતું...
મારા દાદી એ નાનપણ માં એક વાર્તા સંભળાવી હતી મને ,એમાં એક પરી ને એક નાના કઠિયારા સાથે પ્રેમ થયો હતો .,થયો હશે? એવું મને નથી લાગતું ....
તારા માટે પેસા જ બધું છે તો શું તને આ ગરીબ નો પ્રેમ સમજ આવશે ? ના મને તો નથી લાગતું ...
પ્રદીપ ગજ્જર.