કોઈ મનમાં આવી ધીમે ધીમે વસી જાય છે
રાતના સપનાઓ માં એતો હવે ઘર કરી જાય છે
ધીમે ધીમે હવે કોઈ પ્રેમ કરી જાય છે
વાતો ગમે છે એની મને દરેક પણ
એનું મૌન પણ ઘણું બધું કહી જાય છે
કોઈ મળી ગયું છે આજે મને એવું
જેની રાહ આ દિલે વરસો થી જોઈ છે
બસ એને આ વાત કહેવામાં
મારું મન પાછળ પડી જાય છે
લાગે છે ડર દૂર એના થઈ જવાનો મને પણ
એના વિના જિંદગી ની એક પણ ક્ષણ વિતાવવી હવે
ખૂબ જ અઘરી થઈ જાય છે
કોઈ દિલ ની વાતો આંખો થી કહી જાય છે
કોઈ નું મોન પણ ઘણું બધું કહી જાય છે
હેતલ. જોષી.. રાજકોટ