તારા વિના સવારની મહેક,
હા અધૂરી છે....
તારા વિના સૂરજની કિરણો,
હા અધૂરી છે...
તારા વિના ચાંદની રોશની,
હા અધૂરી છે...
તારા વિના જીવનની આસ,
હા અધૂરી છે...
તારા વિના અરીસામાં સૂરત,
હા અધૂરી છે...
તારા વિના કપમાં ચા,
હા અધૂરી છે...
તારા વિના રાત્રિમાં નીંદર,
હા અધૂરી છે...
તારા વિના અસમંજસની કવિતા,
હા અધૂરી છે..
******************
Dhruti Mehta (અસમંજસ)