"દયા ડાકણ ને ખાય" એવી એક કાઠિયાવાડી કહેવત છે..
અને આ કહેવત અમુક વાર સાચે પડી જાય એવો જ પ્રસંગ મારી સાથે બન્યો હતો. અમદાવાદ બસ સ્ટેન્ડ ની બહાર ઉભો હતો અને એક વૃદ્ધ ભિક્ષુક મહિલા મારી પાસે પૈસા માગ્યા અને જનરલી હું આવી રીતે કોઈ ભિક્ષુક ને રૂપિયા આપવાનું ટાળતો હોવ છું. પણ તે દિવસે મને ઔ થયું કે શર્ટ ના ઉપરના ખીચ્ચા માં 10 ₹ ની નોટ હતી એ મેં એ વૃદ્ધ મહિલા ને આપી દીધી. થોડી વાર પછી ત્યાંથી આગળ નીકળ્યો તો એ વૃદ્ધ મહિલા એ મારા જ એ 10₹ ની બીડી લઈ લીધી અને ત્યાં જ ઉભી ઉભી બીડી પીવા લાગી ત્યારે મને એમ થયું કે #દયા દાખવવા માં ક્યાંક હું એના વ્યસન ના પાપ નો ભાગીદાર બની ગયો...!!!
- ભાવેશ ભાવનગરી✍️
#દયા