વમળ સરખી જિંદગીને ચાલને માણી લઈએ , 
રૂડાં 'ને રૂપાળા પથ્થર ચાલને વીણી લઈએ...
આગ છે જો આસપાસ ચાલને ઝાકળ બનીએ ,
ઝગમગતાં તાપણામાં બેસી હૈયા ઠારી લઈએ...
વર્ષાભૂખી ધરતી ઉપર ચાલને વાદળ બનીએ , 
છો ને શિશિરમાં આપણે ચાતક જેમ તરસીએ...
સરસ મજાના જીવતરમાં ચાલને દયાળુ બનીએ ,
લાંબુ નહીં, પણ સુંદર એવું ચાલને જીવી લઈએ...
#દયા