કાશ હું વરસાદ નૂ ટીપું બનુ,
પહેલા તારા ગાલ પર પડું,
પછી તને આખા શરીરમાં ભીંજવું,
કાશ હું કાપડ નો તાતણો બનું,
પહેલા તારી ઓઢવાની ચુંદડી બનું
પછી તારા શરીર પર ઓઢું,
કાશ હું મોગરાનું ફુલ બનું,
પહેલા સુંદર બગીચામાં ઉગુ,
પછી તારા વાળ પર સજુ,
કાશ હું તારું લોહી બનું,
પહેલા તારા શરીરમાં સમાવું,
પછી તારી ધડકન ધડકાવું,
કાશ હું કાળો કાર્બન બનું,
પહેલા હું કાજળ બનું,
પછી તારી આખોમાં અંજાવું,
કાશ હું લાલ કંકુ બનું,
પહેલા લગ્ન મંડપમાં આવું,
પછી તારા માંગ રૂપે ભરું,
જીત ગજ્જર