તારી યાદો એ આ દિલ માં કૈક એમ રાજ જમાવ્યું છે
જાણે કોયલ એ કાગડા ના માળે ખુદ ના બચ્ચા નું
તારી અનુભૂતિ એ જિંદગી સાથે કૈક એમ સોગંદનામું કર્યું છે
જાણે મધમાખી એ પુષ્પો ને ખુદ ની માલિકી ન સમજી હોય
તારા સ્પર્શ નો અહેસાસ જાણે એમ રહી ગયો છે મન માં
જાણે ત્સુનામી પછી રહી ગયેલી અસરો તેની
તારા શબ્દ ની ને વાત ની ગુંજ એમ પડી રહી છે કાન માં
જાણે ઘાટ માં પડેલી બૂમ ન હોય સાથ ની
તારી મસ્તી ને મજાક તો જાણે એમ વસી ગયા છે મારી સાથે
જાણે આત્મા એ દેહ ન છોડવાનો નિર્ણય ન કરી લીધો હોય
તું આમ કૈક મારા માં રહી ગઈ છે કે
જાણે દેહ છોડશે સાથ આત્મા નો પણ અસ્થિ તો ભસ્મ થઇ ને પણ નહિ ....
~પર્લ મહેતા