Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હર સ્થિતિમાં હસતું મારુ આ વદન રહે,
મળે જો ખુશી તો મારા આ દોસ્તો પ્રથમ રહે,

મહોબતની અંતિમ નિશાની છે આ તેની,
કબરમાં પણ યાદ આવે એવા સિતમ રહે.

હજુ બાકી કશું હોઈ તો આવો તમે પણ,
મને ન સતાવ્યાંનો તમને પણ ન ગમ રહે.

એમને પામ્યા છે અમે, મળે મૃગજળ જેમ,
આખી જિંદગી વીતી જાય એવો ભરમ રહે

મંજિલ વચ્ચે આવી ગઈ અને આફત બની,.
ખુદની બરબાદી તરફના ખુદના કદમ રહે.

આવ્યો મનોજ લૂંટાવવા તો લૂંટી લેજો,.
બસ એક અરમાન રાખજો જેનું કફન રહે...

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111537197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now