આ ખાલી ખભા પર પારિવારિક ભાર છે,
શિક્ષિત બેરોજગાર છું, ક્યાંય કામ છે?
આ ભણતરની ડીગ્રીનો લાગે બહુ ભાર છે,
દર દર ભટકવું છે, સેહવું હવે અપમાન છે.
કામિયાબીની ચાહમાં ફરવું છે ગલી ગલી ને,
ખાવિ પડે ભલે મારે પાછળની એક લાત રે.
હુન્નરની તો કમી નથી, પડ્યું ભારોભાર છે,
શિક્ષિત બેરોજગાર છું, કોઈની પાસે ચાન્સ છે?
#લાત_મારવી