કર્મ શબ્દ સાંભળવો ખુબજ સરસ લાગે છે!
કૃષ્ણ,ગીતા અને અનેક ઉપદેશો યાદ આવી ગયા!
કર્મ ની ફિલસૂફી તેનું
મહત્વ બધા જ જાણે છે.
આપણે સામાજિક પ્રાણી છીએ!
કોઈ પણ કાર્ય કે કર્મ
ફળ,લાભ કે ફાયદા વગર
કરતા નથી! એ સત્ય કોઈએ સ્વીકારવું નથી!
બધાએ
હું ,તું ,તમે, મેં આપણે
ઉત્તમોત્તમ કૃતિઓ લખી.
ફક્ત લખી નથી!
પ્રતિયોગિતામાં પણ મૂકી છે!
૨૫-૫૦-૭૫ કે ૧૦૦
લાઈક મેળવવા માટે જ ને?
તમારી કૃતિ ને એક પણ લાઈક ના મળે તો?
હું તો સ્વીકારું છું કે
વધુ સારી કૃતિ નું સર્જન કરતો રહું છું
વધુ ને વધુ લાઈક
વધુ કૉમેન્ટ મળે તે માટે પ્રયત્ન
કે કર્મ કરતો રહું છું.
#કર્મ