બહુ વર્ષો પહેલાં વાત કહેતો પોતાને, પોતાના માટે
જો મને પ્રેમ થશે હું શું કરીશ
એક જ વાત કહેતો મને
જો થશે પ્રેમ મને તો મારી નાખીશ મારી જાતને
પણ સમય ગયો..ન જાણે કેમ ભગવાને આ પ્રેમ આપ્યો
હા બોલું છું તે કરુ છુ...
મથ્યો મારી નાખવા પોતાને.....
પણ અંતર મરાય ગયું...
દેહ મારવા પોતાને
પ્રાથૅના કરી જ હતી એ ભગવાનને
કદાચ પ્રેમ આપીશ મુજને
તો નહી રહી શકું વિના એના સંગાથને
ન જ આપ પ્રેમ મુજ નિદૅયને
રહેવા દે જે લાગણી વિન આ હદયને
ન માન્યો આ પ્રભુ, પોતાને જોવા કરી ભુલ
પ્રેમ આપી હદયને,
નક્કી જ હતું બાંધવાનો જ નથી પ્રેમ આ હદયને
ખાલી ચુરા કરી જોવા હતા હદયના આ ભગવાનને....
બોલ કહું હું શું? તને પ્રાથૅના કરી હજાર તને
છતા ન સાંભળી કર્યા આ કિરદાર
ન ભુલ છે મારી,
છતા ક્ષણે ક્ષણ લાગે આ જન્મ જ ભુલ મારી
ન રહેવાને પ્રાર્થના કરુ અહી,
પણ શા માટે ચુરા કરે હદયના રોજ દિ ઉગાડી
મિત્ર મારો એક જ માન્યો ગિરધર તને મુરારી
નટખટ નંદને કરી કરામત મિત્ર બની,ઘા માર્યો તે મુરારી...