કર્મ વિશે ઘણી વાતો થાય છે પણ ખરેખર...
કર્મ એટલે શું ?
ક્રિયા એટલે શું ?
વર્તન એટલે શું ?
પરિણામ સ્વરૂપે મળે છે એનો મર્મ શું ?
કર્મ મુખ્યત્વે બે પ્રકારના હોય છે,એક ત્વરિત અને બીજુ અનુભવ આધારિત.ત્વરીત એટલે આપણે જરુરિયાત મુજબ કરીયે છીએ તે જેમકે શારિરીક ક્રીયાઓ.જેને response કહેવાય જે માત્ર ચેષ્ટા પર આધારિત હોય છે.અહી આપણે કોઈ પણ ફળ આધારીત કામ કરતા નથી અથવા તો તેની ચિંતા પણ કરતા નથી.જેને ગીતા અનુસાર નિષ્કામ કર્મ કહ્યું છે.બીજુ છે સકામ કર્મ જે અનુભવ માથી ઊપજ પામે છે જેનું પરિણામ આપણે ભોગવીએ છીયે.આપણને ખુદના કે બીજા ના અનુભવ પરથી reaction કરીએ છીએ જેમકે પેલો માણસ બીમાર થયો હતો ત્યારે તેમણે કેવી સારવાર કરાવી હતી, શું ખર્ચો થયો હતો વગેરે.વર્તન પણ આમાં જ સમાવિષ્ટ થાય છે માત્ર ફરક છે અનુભવ નો મતલબ અહીં અનુભવ આપણો ખુદનો હોય છે.
પરિણામ....
સકામ કર્મ કરતાં જે પરિણામો મળે છે તે આપણે ભોગવીએ છીએ...જે સારું અને ખરાબ હોય શકે છે.
પણ જ્યારે ખરાબ ફળ મળે છે ત્યારે આપણે કર્મ બાબતે વિચાર કરીયે છીએ કે આ કર્મ ક્યાં સુધી સાચું હતું.
ખરેખર આપણે જ્યારે કોઈ કરીએ છીએ ત્યારે એ વિચાર કરવો જોઈએ કે આપણું પરિણામ અહં આધારિત છે કે સમાજ ના કલ્યાણ માટે.. ઈચ્છા આધારિત ફળ ન મળે ત્યારે એ વિચાર કરવો જોઈએ કે આપણું કર્મ ક્યાંક અહં નો મતલબ હું કર્તા છું એવો ભાવ નો શિકાર હોય છે.આપણે ખુદ ના ભલા માટે કર્મ કરીએ છીએ એ તો માત્ર ક્રિયા જ છે કર્મ નહિ એ વાત જાણીને આપણે કંઈક કરીએ તો મતલબ કે અહં નો ભાવ કર્યા વગર આપણે કર્મ ને ક્રીયા જ કરીએં તો તેનું ધારેલું પરિણામ મળે જ છે.
#કર્મ