મારા માટે કર્મ એ ફક્ત શબ્દ નથી પણ આખો એક વિષય છે, બહોળો વિષય! બધાં ભલે વાત કરે ગયા ભવના કર્મની પણ હું એવું માનું છું કે આપણો ભૂતકાળ કહી શકે એવું કોઈ નથી, ભવિષ્ય પારખી શકે એવા ઘણા ભવિષ્યવેત્તા હશે.આપણે આપણો ગયો ભવ નથી જોયો કે નથી જોયો આવતો ભવ તો આ ગયા અને આવતા ભવની કર્મની વાત ક્યાંથી આવી? આપણે એવું કેમ કહીએ છીએ કે આવતો ભવ સુધારવા આ જન્મમાં સારા કર્મ કરો?શું આપણને એવું નથી લાગતું કે આપણા દરેક કર્મના ફળ આજ જન્મમાં મળી જાય છે? આપણે જ્યારે કોઈ કામ કે કર્મ કરતા હોઈએ છીએ ત્યારે સારા-નરસાની જાણ મન આપણને કરતું હોય છે પણ મોટા ભાગે તેની જાણ આપણે લેતા નથી.જ્યારે કોઈ ભ્રષ્ટાચારી કે અન્ય કોઈ ગુનેગાર પકડાય ત્યારે આપણે તરત એના કર્મ વિશેની વાત કરીએ છીએ, પણ શું આપણે આપણા જ કર્મથી માહિતગાર છીએ?જો આપણે આવતા અને ગયા જન્મમાં માનતા હોઈએ તો શું આપણે એવું કહી શકીએ કે જે રામ અને પાંડવોને વનવાસ મળ્યો એના માટે ક્યાંક ને ક્યાંક એમના કર્મ નિમિત્ત છે??
#કર્મ