માણસ માણસ ને વેર ઝેરમાં ડફોળ બનાવવા દોડ્યો ને,
વાગી કુદરતની લાકડી ને લાચાર બની ભગવાન ભજવા દોડ્યો.
કર્મની ગતિએ પ્રભુ શ્રીરામે વનવાસ ભોગવ્યો ને,
કર્મની ગતિએ પારધીના તીર થી શ્રીકૃષ્ણે દેહ છોડ્યો.
આપ્યા પૈસા મંદિર અને હોસ્પિટલોમાં ને ફોટો પોતાનો લગડાવ્યો,
ભૂખે તરવરતા પરિવારના ભાઈ માટે થઈ પાણી નો ગ્લાસ પણ ના છોડ્યો.
માણસ માણસ ને વેર ઝેરમાં ડફોળ બનાવવા દોડ્યો ને,
વાગી કુદરતની લાકડી ને લાચાર બની ભગવાન ભજવા દોડ્યો.
-રોનક જોષી.
#કર્મ