સત્ય અને અસત્ય શું છે કૂટનીતિ અને શુ છે વ્યવસ્થા
સત્ય એટલે બને તેટલું સાચું બોલવું હમણાં ના સમય માં કોઈ પણ વ્યક્તિ બધી વાતો માં સાચું બોલી શકતો નથી ઘણીવાર અમુક વાતો રે રાઝ રહેવા માટે ખોટું બોલવું પડે છે અને અમુક વાતો જાણતા હોવા છતાં કહી શકતા નથી જેથી કૂટનીતિ થતા અટકાવી શકતા નથી શ્રી કૃષ્ણજી જાણતા હતા મહાભારત થવા નું છે જાણતા હતા પાંડવો અને કૌરવો ની હાલત ખરાબ થવા ની છે તો પણ કોઈક કારણો અનુસાર તે કોઈ ને કહી શકતા નથી
અસત્ય માં પણ એક માયા જાળ છે કોઈ વ્યકિત અસત્ય ના માર્ગે શા માટે જાય છે અસત્ય એટલે સત્યો ને રોકતો અટકાવતો એક બાંધ એક પુલ જ્યાં પુલ ની એક બાજુ સત્ય સંગ્રહાયેલું હોઈ છે પણ બીજી બાજુ સત્ય ની બુંદ પણ નથી હોતી
એમ નથી વ્યકિત અસત્ય ના માર્ગે જાય તો સત્ય ની ગલીઓ ભૂલી જાય છે વ્યક્તિ જયારે જયારે અસત્ય ના માર્ગે જશે ત્યારે શરૂઆત માં સત્ય ની ગલીઓ અટકાવશે જ અને પોતાની પાસે બોલાવશે જ ,જવું ના જવું વ્યકિત ની ઈચ્છા શક્તિ પર નિર્ભર કરે છે
કૂટનીતિ એટલે વ્યક્તિ બના કામો વ્ય્વસ્થિય આયોજન સાથે કરે છે પણ આ કામ કોઈનું ખોટું કરવાનું હોવા થી કૂટનીતિ બની જાય છે યાદ રાખવા જેવી વાત વ્યક્તિ કોઈ પણ કામ કરે સારું કે ખરાબ મેહનત તો કરવી જ પડે છે મારુ માનવું તો એમ છે કે વ્યકિત જયારે ખરાબ કામ કરતો હોઈ ને ત્યારે ચોકસાઈ વધુ રાખતો હોઈ છે પણ કહેવાય ને ખોટું કામ છુપતું નથી
અને તેની મેહનત મુજબ તેને ફળ પણ મળે છે છે કારણકે ખોટા કામ માં પણ મેહનત તો કરવી જ પડે છે
એના થી સારું એમ સમજી ને કામ કરવું કે બધા જ સારા છે અને બધા જ સારું કામ કરે છે જેથી આપણે સારા કાર્યો કરવા ની હિંમત થશે
વ્યવસ્થા
કોઈ પણ વ્યક્તિ સંજોગો અને પરિસ્થિતિ અનુસાર કોઈ પણ કાર્યો ,વાતો કે વસ્તુ ની વ્યવસ્થા કરે તો કોઈ પણ સંજોગો માં પીછેહટ કે હિંમત નથી હારી જતો
એમ નથી કે કોઈ વસ્તુ કે વાતો મળી જાય તો કામ પાર પડી જાય છે
યાદ રાખવા જેવી વાત કે વ્યવસ્થા આપડે 100 જેટલી રાખીશું તો જરૂર આપણે 110 ની પડશે એટલે પેહલે થી જ ઓછામાં બધું માણી લેવા નો એક અહેસાસ જરૂરી છે
વ્ય્વસ્થા ને કારણે વ્યકિત બધા કામો ઓછી તકલીફ માં અને ઝડપ થી પાર પડી શકે છે
જેનીશ