ભુલી જુના સંબંધ નવા સંબંધની શરૂઆત કર
ભુલી જુના રસ્તાઓ નવા રસ્તાનુ નીર્માણ કર
ઓળખી ભીતરની શક્તિ તુ તારો વિકાસ કર
કાઈક નવી શરૂઆત કર......
વર્તમાનમાં કાઈક શ્રેષ્ઠ કર
ભવિષ્યને તારા નામ કર
મા બાપનુ નામ રોશન કર
કાઈક નવી શરૂઆત કર.....
અહંકાર અને ક્રોધનો જીવનમાં વિનાશ કર
પ્રેમ અને સ્નેહથી બિજાના હ્રદયમાં રાજ કર
તન મન અને ધનથી નવા સમાજની રચના કર
કાઈક નવી શરૂઆત કર.....