સંપૂર્ણપણે ચિંતા કરીને જીવવું શકય નથી. દરેક વાતમાં ચિંતા કરવી, અફસોસ કરવો, ફરિયાદ કરવી એનો કોઈ જ અર્થ નથી. લોકો આપણાથી દૂર થઈ જાય છે. ક્યારેક ઠઠ્ઠ| મજાક પણ કરવા જોઈએ. હસવાથી મનને શાંતિ મળે છે. ઠઠ્ઠ|થી આપણું મન પણ પ્રફુલ્લિત થાય છે અને સામેવાળી વ્યક્તિના ચહેરા પર પણ હાસ્ય લહેરાય છે.
પણ ઠઠ્ઠ| મશ્કરી એની સાથે જ કરાય છે જે એને સમજી શકે છે, જેને ખબર હોય છે કે આ મજાક થઈ રહ્યો છે. નહીં તો પછી જોવા જેવી સ્થિતી થઈ જાય છે. મામલો મારામારી સુધી પહોંચી જાય. ઘણાં લોકો એવા હોય છે કે જે ઠઠ્ઠ|ને પણ ગંભીરતાથી લઈ લે છે અને પછી સંબંધ તોડી નાખવા સુધીની હદે પહોચી જાય છે.
મજાક કરનારને મજાક કરવા પહેલા એ ખબર હોવી જોઈએ કે સામેવાળાનો સ્વભાવ કેવો છે. મજાક કરનારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ મજાક એ જેની સાથે કરી રહ્યાં છે એનાં આત્મસન્માનને ઠેસ પહોંચે એવી કોઈ બાબત તો નથી ને! સાથે સાથે એ પણ જોવું કે મજાક મજાકમાં બીજા લોકો એ વ્યકિતને કાયમ માટે હેરાન કરી શકે એવું કંઈ તો નથી બોલવામાં આવ્યું ને!
ટૂંકમાં, આપણી ઠઠ્ઠ| કરવાની આદત કોઈ વ્યક્તિ માટે જીવનભર મુસીબત ન બની જાય.
#ઠઠ્ઠો