* જિંદગી તો છે એક કશ્મકશ *
હસતા હસતા પણ ક્યારેક રડવું પડે છે
અમસ્તાં અમસ્તાં પણ
મનને મનાવવું પડે છે
સુખ રૂપી અમૃત પીધાં પછી પણ
દુઃખ રૂપી વિષ ગટ ગટાવવુ પડે છે
મૃગજળને પણ ક્યારેક
ગંગાજળ માનવું પડે છે
શરમાતાં શરમાતાં પણ ક્યારેક
કરમાવું પડે છે
જીવન તો છે એક શતરંજ
ડરતા ડરતા પણ રમવું જ પડે છે
પળ પળ મરીને પણ જીવન જીવવું પડે છે
જીવવું હોય છે ઘણું લાંબુ
પરંતુ
અંતે તો જીવતી યાદો મૂકીને
મરવું પડે છે.
- કર્જદિલ