મનહર ભાઈ અને મીતા બહેન એક ખૂબ સુખી અને આદર્શ દંપતી. એમનો પુત્ર મનન પણ સંસ્કરી. મનહર ભાઈ નો જામેલો કાપડ નો વેપાર હતો અને મીતા બહેન અને મનન તો ખૂબ રેલમછેલ માં રહેતા. અચાનક કાપડ ની મિલો બંધ થવા લાગી અને જામેલો વેપાર પડી ભાંગ્યો. આ આઘાત મનહર ભાઈ લઇ ન શક્યા અને એમને પથારી પકડી લીધી.
દીકરા મનન ને ભણાવા મીતા બહેને વારે તહેવારે લીધેલા ઘરેણાં એક એક કરીને વેચવા મંડ્યા. મનન ની ઉજ્જવળ કારકિર્દી પાછળ મીતા બહેને પોતની બધી બચત ખર્ચી નાખી.
મનન એક પછી એક સફળતા મેળવતો ગયો અને મનહર ભાઈ ની સારવાર કરાવી એમને પણ બેઠા કારી દીધા.
આજે મિતાબહેન ના જન્મ દિવસે મનન એમના માટે એ રત્નો જડેલો હાર લઇ આવ્યો. મીતા બહેને એ હાર ઘર મંદિર માં માતાજી સામે મૂકીને હરખ ના આંસુ સાથે માં ને પ્રાર્થના કરી કે પથ્થર ના રત્ન હાર માં મળે કે ન મળે પણ મારા મનન રત્ન ની રક્ષા કરજો.
#રત્ન