સુરજ સાથે ના એ વરસાદ સમો મળ્યો તું મને
ને રચ્યું આ આકાશે મેઘધનુષ સુંદર
આકાશ સાથે એ ધરતી મળી તેમ મળ્યો તું મને
ને ક્ષિતિજે, કલાકાર એ કરી રચના સુંદર
પર્વત ના શિખર થી એ આકાશ ચૂમવા સમો મળ્યો તું મને
ને પર્વતારોહી એ કરી પુકાર સફળતા ની સુંદર
રણ માં દેખાયેલા જળાશય જેમ મળ્યો તું મને
ને મૃગજળ ની ઝાખમ બુઝાતી લાગી સુંદર
માછલી ને માનવી ની મુલાકાત સમો મળ્યો તું મને
ને પરપોટા ની રચના થઇ એવી સુંદર
મળી હું તને એમ 'ને મળ્યો તું મને એમ
ને જગત ને મળી પ્રેમ ની પારાકાષ્ઠા મજા ની સુંદર....
-પર્લ મહેતા