હવે એક રચના મારી 👇👇👇👇👇
નેણ નશીલા નવ #રત્ન ભૂલી તુજને જોતો રહ્યો,
જોયા પછી તુજને હું ખુદને ખુદમા ખોતો રહ્યો.
કેટલી યાદ આવે તારી કેમ કરી બતાવું હું તુજને,
વિરહ તારો ન સહેવાતા રાતભર કણસતો રહ્યો.
તું હોય ના સામે શું વિતે છે મુજને ક્યાં ખબર તને,
યાદને બનાવી તારી મૂર્તિ હું તને પૂજતો રહ્યો.
નથી ગમતું તારા વગર જરીયે મને તું ચાલી આવ,
હેડકી પણ તારી ન આવતા જીવતે જી મરતો રહ્યો.
નહોતી ખબર નું છોડી જવાની મુકી તડપતો મુજને,
ગયા પછી તારા હું હવે જિંદગીભર ઝૂરતો રહ્યો.
-ImR.White👽
For 👑 Always Happy 💓
#રત્ન