રુમઝુમ કરતી જે દિ' પુત્રી રત્ન આવી તમ ઘેર,
સમજો તે દિ' ઈશ્વરે કરી છે તમ પર મ્હેર.
એનો સ્નેહ થી કરો સત્કાર,એને પ્રેમ કરો અપાર,
એ છે સુખ નો ભંડાર,એને માનો પ્રભુ નો ઉપકાર.
એનાં કુમકુમ પગલે થયું જીવન ધન્ય,
એ રત્ન વિના નહીં રુચે અન્ય.
એને જે સાચવો જતન કરી ,
પૂરી થશે મનસા બધી.
એને જો દીધું હ્રદયે સ્થાન,
રાંક પણ કહેવાશે અમીર સમાન.
#રત્ન