Gujarati Quote in Poem by Kailas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ,હદય ની લાગણીઓ ને ક્યાં સુધી રોકશો?
ઝરણાંની જેમ ખળખળ એને પણ વહેવા દો.
રોજ શ્વાસ લઈ ને હદય ને ક્યાં સુધી ધબકાવશો?
કોઈ ના અહેસાસ થી ક્યારેક એને પણ ધબકવા દો.
વિચારો ની વાચા ને ક્યાં સુધી મૌન રાખશો?
મન ની કાલીઘેલી ભાષા માં ક્યારેક એને પણ બોલવા દો.
ઉંમર ની મર્યાદા આપીને ઈચ્છાઓને ક્યાં સુધી મારશો?
અમર્યાદિત સમયે ક્યારેક એને પણ જીવવા દો.
ઊંઘ ની દીવાલ બની સપનાઓ ને ક્યાં સુધી રોકશો?
અડધી રાત્રે જાગી આંખમાં ક્યારેક એને પણ આવવા દો.
શરમ ની આડમાં કયાં સુધી ખુદ ને જીવાડશો?
બેશરમ બની ક્યારેક ખુદ ને પણ જીવવા દો.
બીજાના ઉદાહરણ ક્યાં સુધી આપતા રહેશો?
બીજા માટે ખુદ ને ક્યારેક ઉદાહરણ પણ બનવા દો......

Gujarati Poem by Kailas : 111533001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now