મારી તો કન્ડિશન જ એવી છે ને.
ખરાબ વસ્તુ હંમેશા અમારા પર જ થાય.
આવું સંકટ આપવા માટે ભગવાન ને શું અમે જ માળિયા હસુ.
ફલાણુ
ઢીકળુ
આવી તો કેટકેટલા ય શબ્દો આપણે આપણા પર આવી પડેલા સંકટ વિશે ઉચારતા હોઈશું.
ખરેખર તો આપડા પર આવી પાડેલા સંકટો નુ લિસ્ટ તૈયાર કરવું જોઇયે .
અને જો આપડે જ તૈયાર કરેલા લિસ્ટ ની સામે કરણ લખવાનું હોય તો?
કારણરૂપે ' મારા થી ના થઈ શકે નું બહાનું મેક્સિમમ વખત ધરી શકાય. આમ તો કરવું હોય તો થાય જ. પણ આપણે કરવું નથી.
સંકટ નો સામનો કરો તો સોલ્વ થાય જ. ઇટ્સ ઑલ એબાઉટ પ્રાયોરિટીઝ
બાકિ મોટી ઉમર હોવા છતાંયે જે રોડ પર ભીખ માંગી ને જીવન ગુજારી રહ્યા છે એમને પૂછો.
સાહેબ આખી જિઁદગી જેમણે મજૂરી કરી ને અઢળક સંકટ વેઠી ને જેઓ યે પોતના સંતનો ને મોટા કારિયા હોય. અને એજ સંતનો પોતની પાસે પુરતી સગવડ થયા બાદ માતા પિતા ને ઘર ની બહાર છોડી દેતા પણ અચકાતા નથી. અને છેવટે તેમને પોતના પેટ નો ખાડો પુરવા પણ ભીખ માગવી પડતી હોય છે. આટ આટલું સંકટ હોવા છતા તે જો પોતાનું જીવન જીવી રહ્યા છે.
એટલે જ સાહેબ આપડે આપડા પર આવેલ સંકટ નો પુરતી ધગશ અને નિષ્ઠા થી સામનો કરવો જોઇયે. કેમકે સાહેબ તમે જે જીવન જીવી રહ્યા છો ને એવુ જીવન જીવવા ના લાખો લોકો સપના જોતા હોય છે.
એટલા માટે આપડા પર આવેલા સંકટ નો પુરતી નિષ્ઠા થી સામનો કરિયે.
કેમકે
સંકટ સમય ના ચક્રને જે માથા પર બેલેન્સ કરી શકશો ને સાહેબ તો સંકટ નો સમય પણ પોતીકો લાગવા લાગસે.
#સંકટ